માંડવી નગરમાં 40 ગણપતિ દાદાની મૂર્તિઓને અશ્રુભીની આંખે વિદાય

Featured Video Play Icon
Spread the love

માંડવી નગરમાં 40 ગણપતિ દાદાની મૂર્તિઓને અશ્રુભીની આંખે વિદાય
ડીજેના તાલે ગણેશ ભક્તોએ ભવ્ય શોભાયાત્રા કાઢી
માંડવી નગરપાલિકાના કૃત્રિમ તળાવમાં ગણેશ મૂર્તિઓનું વિસર્જન

માંડવી નગરમાં ગણેશ ભક્તો દ્વારા નગરમાં ડીજેના સથવારે શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને ગણેશ દાદાની તમામ મૂર્તિઓને માંડવી નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવમાં તમામ મૂર્તિઓને શાંતિ પૂર્ણ રીતે વિસર્જન કરાયું.

માંડવી નગરમાં નાના મોટા મળીને કુલ 40 ગણપતિ દાદા ની સ્થાપના કરાઈ હતી આ વર્ષના ગણેશ મહોત્સવમાં અનેરો આનંદ ઉલ્લાસ જોવા મળ્યો હતો. જેમાં આજરોજ ગણેશ વિસર્જન ના દિવસે ઢોલ નગારા તથા ડીજેના સથવારે દુંદાળા દેવ ગણેશ દાદા ની શોભાયાત્રા રંગેચંગે કાઢવામાં આવી હતી જેમાં ગણેશ ભક્તો ડીજેના તાલે ઝૂમી ગરબે ઘુમીયા હતા ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તું જલ્દી આના જેવા નારાઓથી સમગ્ર નગર ભક્તિમય બન્યું હતું. માંડવી નગરપાલિકા ના પ્રમુખ અમિષાબેન રાઠોડ, ઉપપ્રમુખ પ્રવિણસિંહ અટોદરીયા, કારોબારી અધ્યક્ષ સુનિલભાઈ રબારીદ્વારા કૃત્રિમ તળાવની તથા કેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વિસર્જન સમયે સાંસદ ભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. માંડવી પોલીસ તંત્ર દ્વારા ASP અક્ષેશ એન્જિનિયર ની નીગરાની હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં માંડવી P I જયેશ વડવી, P I એમ.આઈ ચૌધરી બે P S I માંડવી પોલીસ તંત્ર જવાનો જિલ્લા પોલીસ તંત્રના જવાનો હોમગાર્ડ,જીઆરડી તથા ફાયર વિભાગની ટીમ, ટીઆરબી જવાનો દ્વારા ચુસ્ત પોલીસ બંદોસ ગોઠવામાં આવ્યો હતો. લખાઈ રહ્યું છે ત્યાં સુધી શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન પૂર્ણ કરાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *