સુરતમાં ખાડીપૂરને લઈને મહત્વની બેઠક યોજાઈ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ખાડીપૂરને લઈને મહત્વની બેઠક યોજાઈ
મેયર, મનપા કમિશનર, કલેક્ટર સહિત ધારાસભ્યોની બેઠક
ખાડીપૂર અંગેના સર્વેનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું
ખાડીની વહન ક્ષમતા વધારવા ધારાસભ્યોના સૂચનો

સુરતમાં ખાડીપૂરને લઈને મેયર, મનપા કમિશનર, કલેક્ટર અને ખાડીપૂર પ્રભાવિત વિસ્તારોના ધારાસભ્યોની ખાસ બેઠકનુ આયયોજન કરાયુ હતું. આ બેઠકમાં ખાડીપૂર અંગે કરવામાં આવેલા સર્વેનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું, જ્યારે ધારાસભ્યો દ્વારા ખાડીની વહન ક્ષમતા વધારવા સહિતના વિવિધ સૂચનો આપવામાં આવ્યા હતાં.

સુરતમાં ખાડીપૂરની સમસ્યાને લઈને તંત્ર એક્શન મોડમાં આવ્યું હોય તેમ ખાડીપૂરને લઈને આજે મહત્વની બેઠક યોજાઈ હતી. બેઠકમાં મેયર, મનપા કમિશનર, કલેક્ટર તેમજ ખાડીપૂર પ્રભાવિત વિસ્તારોના ધારાસભ્યો હાજર રહ્યા હતાં. બેઠક દરમિયાન ખાડીપૂરને લઈને કરવામાં આવેલા સર્વેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. કઈ જગ્યાએ ખાડી પહોળી કરવાની જરૂર છે અને કઈ જગ્યાએ ઊંડી કરવાની જરૂર છે, તે અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ધારાસભ્ય સંદીપ દેસાઈ દ્વારા ખાડી ઊંડી કરીને તેમાં જમા થયેલો કાદવ-કિચડ દૂર કરી પાણીના વહનની ક્ષમતા વધારવાનું સૂચન કરવામાં આવ્યું છે. જ્યારે ધારાસભ્ય પ્રવીણ ઘોઘારી દ્વારા ખાડીની આસપાસના દબાણો દૂર કરવા, ખાડી બોક્સ બનાવવાની અને તેની વહન ક્ષમતા જાળવી રાખીને ખાડીના વિકાસનું સૂચન કરવામાં આવ્યું છે. મનપા કમિશનર રાજકુમાર બેનિવાલે જણાવ્યું હતુ કે ખાડીપૂરને લઈને જે એજન્સી દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે, તેનું પ્રેઝન્ટેશન બેઠકમાં રજૂ કરવામાં આવ્યું છે. હવે સર્વેના આધારે ખાડીના કયા વિસ્તારોમાં પહોળાઈ વધારવાની અને કયા વિસ્તારોમાં ઊંડાઈ વધારવાની જરૂર છે, તે અંગેની કામગીરીને લઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *