સુરત ઉધનામાં કરંટ લાગતા યુવકનું મોત

Featured Video Play Icon
Spread the love

સુરત ઉધનામાં કરંટ લાગતા યુવકનું મોત
કાપડ કારખાનામાં કામ કરતા યુવકના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું.

સુરતના ઉધનામાં કાપડ કારખાનામાં કામ કરતા યુવકનું કરંટ લાગવાથી કરુણ મોત નિપજતા પરિવારજનો પર આભ તુટી પડ્યુ હતું.

સુરતના ઉધનાના કાપડ કારખાનામાં કરંટ લાગતા 31 વર્ષીય યુવકનું મોત નિપજ્યુ હતું. ઉધના ખાતે આવેલ મધુરમ ક્રિએશન નામના કાપડ કારખાનામાં કામ કરતો પવનકુમાર રામ ઉજાગીર બુધવારે મશીન ચાલુ કરી રહ્યો હતો, તે દરમિયાન અચાનક તેને વીજ કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા પવનકુમાર ઘટના સ્થળે જ ફસડાઈ પડ્યા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતાં. મૃતક પવનકુમારને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. યુવકના અકાળે મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર પરિવારમાં શોકની લાગણી છવાઈ છે. ઘટનાને લઈને ઉધના પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *