ભાવનગર નકલી દારૂકાંડમાં વધુ 9 આરોપીઓ જેલહવાલે

Featured Video Play Icon
Spread the love

ભાવનગર નકલી દારૂકાંડમાં વધુ 9 આરોપીઓ જેલહવાલે
રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીઓને કોર્ટમાં કરાયા રજૂ
વધુ રિમાન્ડ ન માંગતા કોર્ટે તમામને જેલ મોકલ્યા
કેસમાં કુલ 38 આરોપીઓ જેલના સળિયા પાછળ

ભાવનગરના ચકચારી નકલી દારૂકાંડમાં પોલીસની તપાસનો ધમધમાટ યથાવત છે. કેસમાં વધુ 9 આરોપીઓના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં તમામને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.

પોલીસે વધુ રિમાન્ડની માંગણી ન કરતાં કોર્ટે તમામ 9 આરોપીઓને જેલહવાલે કરવાનો આદેશ આપ્યો છે. અગાઉ આ કેસમાં 29 આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા હતા. હવે વધુ 9 આરોપીઓ જેલમાં જતાં નકલી દારૂકાંડમાં કુલ 38 આરોપીઓ જેલના સળિયા પાછળ પહોંચી ગયા છે.જેલહવાલે કરાયેલા આરોપીઓમાં દિનેશકુમાર શાક્ય, લખન છાડી, પાર્થ મજેઠીયા, પાર્થ બુધેલીયા, જગદીશસિંહ ગોહિલ અને અર્જુનસિંહ ગોહિલનો સમાવેશ થાય છે.આ ઉપરાંત દિલ્હીથી ઝડપાયેલા પ્રમોદ બુડાકોટી, રોહિત પ્રધાન અને કેશવ જાટવને પણ જેલહવાલે કરવામાં આવ્યા છે.પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીઓની નકલી દારૂના સપ્લાય નેટવર્ક અને સમગ્ર સપ્લાય ચેઇન અંગે પૂછપરછ કરવામાં આવી હતી. મધ્યપ્રદેશ સહિતના વિસ્તારોમાંથી કાચો માલ અને સપ્લાય સાથે જોડાયેલા કનેક્શન અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.હાલ કેસમાં અન્ય આરોપીઓની ભૂમિકા અને નકલી દારૂની સમગ્ર સપ્લાય ચેઇન અંગે પોલીસની તપાસ યથાવત છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *