રાંદેરમાં ધોરણ-8ના 13 વર્ષના કિશોરે આપઘાત કર્યો
માતાએ ઠપકો આપ્યા બાદ કિશોરના આપઘાતથી ચકચાર
સુરતમાં માતા પિતા માટે ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં રાંદેર વિસ્તારમાં માતાએ ઠપકો આપતા ધોરણ-8માં અભ્યાસ કરતા 13 વર્ષના કિશોરે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
સુરતમાં ફરી માતા પિતા માટે ચોંકાવનારી ઘટના બની હતી. જેમાં રાંદેર વિસ્તારમાં ભાઈ-બહેન મસ્તી કરી રહ્યા હતા. આ દરમિયાન માતાએ મસ્તી કરવાની ના પાડી ઠપકો આપ્યો હતો. માતાના ઠપકા બાદ 13 વર્ષના કિશોરે માઠુ લાગી આવતા પોતાના ઘરે જ આપઘાત કરી લઈ આઘાતજનક પગલું ભરી લેતા ચકચાર મચી જવા પામી હતી. માસુમ કિશોરના પગલાને લઈ પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. નાની ઉંમરના દીકરાના મોતથી પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. હાલ સમગ્ર મામલે રાંદેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
