સુરત સહિત રાજ્યભરમાં સીઝનલ ફ્લુ

Featured Video Play Icon
Spread the love

સુરત સહિત રાજ્યભરમાં સીઝનલ ફ્લુ
આરોગ્ય મંત્રીની ટકોર બાદ આરોગ્ય તંત્ર સતર્ક
એચ1એન1 ને લઈને સિવિલ હોસ્પિટલમાં તમામ તૈયારીઓ પૂર્ણ

સુરત સહિત રાજ્યભરમાં સીઝનલ ફ્લુના વધતા કેસને લઈને આરોગ્ય મંત્રીની ટકોર બાદ સુરતનું આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. અને એચ1એન1 ને લઈને સુરત સિવિલ હોસ્પિટલમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

એચ1એન1 ને લઈને સુરત સિવિલ હોસ્પિટલમાં તંત્ર ખડેપગે છે. વેન્ટિલેટરથી લઈને જરૂરી તમામ દવાઓનો પૂરતો સ્ટોક તૈયાર રાખવામાં આવ્યો છે. નવી સિવિલ હોસ્પિટલના પાંચ વોર્ડમાં એચ1એન1 ના દર્દીઓ માટે અલગથી બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં સુરત સિવિલ હોસ્પિટલમાં એચ1એન1નો એક પણ દર્દી દાખલ નથી. સીઝનલ ફ્લુના કેસને લઈને તંત્ર દ્વારા તકેદારીના તમામ પગલાં લેવામાં આવ્યા છે. હાલ એચ1એન1 નો કોઈ કેસ ન હોવાથી સિવિલ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *