આંજણાફાર્મમાં લુમ્સના ખાતામાં આગ
લુમ્સના ખાતામાં આગથી અફરાતફરી
આગની જાણ થતાં ફાયર ટીમ દોડી આવી
સુરતના પુણા આંજણાફાર્મ વિસ્તારમાં લુમ્સના ખાતામાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આગની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.
સુરતના પુણા આંજણાફાર્મ વિસ્તારમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે. આંજણાફાર્મમાં આવેલા જય નારાયણ ખાતા નંબર 38ના લુમ્સના ખાતામાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી, જોકે પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
