સુરતના આંજણા ફાર્મ વિસ્તારમાં હડતાળ
એમ્બ્રોઈડરી કારીગરોની મહિનામાં ચાર રજા અને પગાર વધારાની માંગ
રસ્તા પર ઉતરી આવતા પોલીસે ચુસ્ત બંદોબસ્ત
સુરતના આંજણા ફાર્મ વિસ્તારમાં એમ્બ્રોઈડરીના કારીગરો મહિનામાં ચાર રજા અને પગાર વધારાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા હતાં. 500થી વધુ કર્મચારીઓ રસ્તા પર ઉતરી આવતા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
સુરતમાં એમ્બ્રોઇડરી વર્કરો પોતાની પડતર માંગણીઓને લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતાં. અંજના ફાર્મ વિસ્તારમાં 500થી વધુ કર્મચારીઓએ હડતાળ પાડી વિરોધ નોંધાવ્યો હતો. મહિનામાં ચાર રજાઓ આપવા અને પગારમાં વધારો કરવાની માંગ સાથે કર્મચારીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. કર્મચારીઓનો આક્ષેપ કર્યો હતો કે તેમની પાસે રોજ 10થી 12 કલાક સુધી કામ કરાવવામાં આવે છે. હડતાળને પગલે સલાબતપુરા પોલીસ દ્વારા સ્થળ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
