ઉત્તરાખંડની ઘટનાના વિરોધમાં રેલી પહેલા પોલીસ કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

ઉત્તરાખંડની ઘટનાના વિરોધમાં રેલી પહેલા પોલીસ કાર્યવાહી
ભરૂચમાં કોંગ્રેસની વિરોધ રેલી પહેલા આગેવાનોની અટકાયત
કોંગ્રેસ કાર્યાલયથી 100 મીટર દૂર જ અટકાયત

ભરૂચમાં કોંગ્રેસ દ્વારા આયોજિત મૌન રેલી શરૂ થાય તે પહેલાં જ પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી. ઉત્તરાખંડમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની રેલી સ્થળે કેટલાક સંગઠનો દ્વારા કરાયેલી શુદ્ધિકરણ વિધિના વિરોધમાં આ રેલીનું આયોજન કરાયું હતું.

ઉત્તરાખંડમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની રેલી સ્થળે કેટલાક સંગઠનો દ્વારા કરાયેલી શુદ્ધિકરણ વિધિના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા, રેલવે સ્ટેશન સુધી મૌન રેલી યોજવાની કોંગ્રેસે જાહેરાત કરી હતી. રેલી માટે આગેવાનો અને કાર્યકરો એકત્રિત થતાં જ પોલીસે તેમને અટકાવ્યા હતા. આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસના આગેવાનો-કાર્યકરો વચ્ચે ખેંચતાણના દૃશ્યો પણ સર્જાયા હતા. પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરીને તેમને એ ડિવિઝન પોલીસ મથકે લઈ ગયા હતા. આ કાર્યવાહીનો વિરોધ કરતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ આક્ષેપ કર્યો હતો કે પોલીસ ભાજપના ઇશારે કામ કરી રહી છે.

આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, પાલિકા સભ્ય ઝુબેર પટેલ, જીગ્નેશ ભ્રમભટ્ટ, ઇમરાન પટેલ, હેમેન્દ્ર કોઠીવાલા, મહિલા આગેવાન જ્યોતિ તડવી સહિતના અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રેલી યોજાય તે પહેલાં જ અટકાયત થતાં કોંગ્રેસ કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *