સુરતની સારોલી પોલીસની પ્રોહિબિશનની પ્રવૃત્તિ વિરૂદ્ધ લાલ આંખ

Featured Video Play Icon
Spread the love

સુરતની સારોલી પોલીસની પ્રોહિબિશનની પ્રવૃત્તિ વિરૂદ્ધ લાલ આંખ
વેગનાર કારમાંથી વિદેશી દારૂ અને બીયર
બુટલેગર સૌરવ ઉર્ફે સૌરભ ઘનજીત યાદવની ધરપકડ

સુરતની સારોલી પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિ વિરૂદ્ધ લાલ આંખ કરી હોય તેમ વેગનાર કારમાંથી વિદેશી દારૂ અને બીયરના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો.

સુરતની સારોલી પોલીસની ટીમે બાતમી મળતા સણીયા હેમાદગામ આઉટર રિંગ રોડ પર વોચ ગોઠવી હતી. દરમિયાન ગ્રે કલરની વેગનાર કાર ત્યાંથી પસાર થતા પોલીસે કારને આંતરી તેની ઝડતી લેતા કારમાંથી અલગ-અલગ બ્રાન્ડની દારૂની બોટલો અને બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે 840 બોટલ અને બીયર ટીન મળી 96,408ની કિંમતનો દારૂ, બે મોબાઇલ ફોન અને 3.50 લાખની વેગનાર કાર મળી કુલ 4,66,408નો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગર સૌરવ ઉર્ફે સૌરભ ઘનજીત યાદવની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *