સુરતમાં પ્રોગ્રેસ એલાયન્સ દ્વારા અનોખી પહેલ
મહેનત અને યોગદાનને બિરદાવતી અનોખી પહેલ કરવામાં આવી
સ્પેશ્યલ એપ્રેક્શન ફોર અમેઝિંગ લીડર્સ કાર્યક્રમનું આયોજન
સુરતમાં પ્રોગ્રેસ એલાયન્સ દ્વારા મહેનત અને યોગદાનને બિરદાવતી અનોખી પહેલ કરવામાં આવી છે. પરવત પાટિયા સ્થિત સીરવી સમાજ વાડી ખાતે સફલ એટલે કે સ્પેશ્યલ એપ્રેક્શન ફોર અમેઝિંગ લીડર્સ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
પ્રોગ્રેસ એલાયન્સ છેલ્લા 12 વર્ષથી દેશના 20 શહેરોમાં સફલ એટલે કે સ્પેશ્યલ એપ્રેક્શન ફોર અમેઝિંગ લીડર્સ કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. સંસ્થા દ્વારા દર વર્ષે અંદાજે 20 હજારથી વધુ ટીમ મેમ્બર્સ અને સાથીદારોનું સન્માન કરવામાં આવે છે. કંપની, ઓફિસ, ફેક્ટરી, દુકાન કે અન્ય વ્યવસાયમાં કામ કરતા લોકોની મહેનતને યોગ્ય સમયે ઓળખ મળે, તેમનો આત્મવિશ્વાસ વધે અને તેઓ વધુ સારું પ્રદર્શન કરવા પ્રેરાય એ જ સફલ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે.
પ્રોગ્રેસ એલાયન્સનો સંદેશ સ્પષ્ટ છે. જે લોકો આપણી સફળતામાં યોગદાન આપે છે, તેમની સફળતાની પણ આપણે કદર કરવી જોઈએ. આ કાર્યક્રમમાં વિવિધ વ્યવસાયિક ક્ષેત્રોમાં કાર્યરત 500થી વધુ ટીમ મેમ્બર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમની મહેનત, લગન અને ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.
