ભાવનગરમાં એનાલોગ પનીરને લઈને ફૂડ સેફ્ટી વિભાગ દ્રારા ચેકીગ

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં એનાલોગ પનીરને લઈને ફૂડ સેફ્ટી વિભાગ દ્રારા ચેકીગ
6 થી વધુ હોટેલ-રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ હાથ ધરાયું

એનાલોગ પનીરને લઇ ફૂડ સેફ્ટી વિભાગ દ્રારા ભાવનગર શહેરના હિમાલયા મોલ પાસે આવેલ 6 થી વધુ હોટેલ-રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ હાથ ધરાયું

ગાંધીનગરથી મળેલી ખાસ સૂચનાના પગલે ભાવનગર મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરમાં ખાણીપીણીની દુકાનો તેમજ હોટેલ-રેસ્ટોરન્ટમાં વેચાતા ‘એનાલોગ પનીર’ નકલી કે વનસ્પતિ ચરબીયુક્ત પનીર સામે લાલ આંખ કરવામાં આવી છે આ અંગે ભાવનગર મનપાના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા શહેરમાં કડક તપાસ હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 6 હોટેલ અને રેસ્ટોરન્ટ્સનું ચેકિંગ કરવામાં આવ્યું આ અંગે મનપાના ફૂડ સેફ્ટી ઓફિસર દેવાંગ જોષીએ જણાવ્યું હતું કે, આજે સાંજના સુમારે હિમાલયા મોલ અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલી ખાણીપીણીની દુકાનો અને હોટેલ-રેસ્ટોરન્ટમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી., અત્યાર સુધીમાં કુલ 6 હોટેલ અને રેસ્ટોરન્ટ્સનું ચેકિંગ કરવામાં આવ્યું છે, જેમાં હિમાલયા મોલ પાસે આવેલ રિયલ પેપરિકા, રીટ્રો, યુ એન્ડ મી, તેમજ પીઝાની દુકાન, સિટી પોઇન્ટ રેસ્ટોરન્ટ તથા કિસ્મત કાઠીયાવાડી રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *