સુરતમાં ફરી વરસાદી કહેર સર્જાયો
સીમાડા ખાડી ફરી છલકાઈ ગઈ
મહાવીર ચોકથી લક્ષ્મણનગર જતો માર્ગ પાણીમાં ગરકાવ
સુરતમાં ફરી વરસાદી કહેર સર્જાયો હોય તેમ સીમાડા ખાડી ફરી છલકાઈ ગઈ છે. જેને લઈ મહાવીર ચોકથી લક્ષ્મણનગર જતો માર્ગ પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો.
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે શહેરની સીમાડા ખાડીમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. ખાડીમાંથી પસાર થતા આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. મહાવીર ચોકથી લક્ષ્મણનગર જવાના મુખ્ય માર્ગ પર કમર સુધી પાણી ભરાતા રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. ખાડીનું લેવલ વધતાં ડ્રેનેજ સિસ્ટમ પણ નિષ્ફળ ગઈ હોવાનું સામે આવ્યું છે. રસ્તા પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે અનેક બે-વ્હીલર અને કાર પાણીમાં બંધ પડી જતા ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ છે. તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
