સુરતમાં રેડ એન્ડ વ્હાઈટ સ્કિલ એજ્યુકેશન દ્વારા કાર્યક્રમ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં રેડ એન્ડ વ્હાઈટ સ્કિલ એજ્યુકેશન દ્વારા કાર્યક્રમ
બે દિવસીય ફ્યુચર ફોરવર્ડ 2.0–2026 કાર્યક્રમમાં યોજાયો
વિદ્યાર્થીઓને કરિયર અને નવી ટેક્નોલોજી અંગે માર્ગદર્શન આપ્યું

સુરતમાં રેડ એન્ડ વ્હાઈટ સ્કિલ એજ્યુકેશન દ્વારા બે દિવસીય ફ્યુચર ફોરવર્ડ 2.0–2026 કાર્યક્રમમાં યોજાયો હતો જેમાં ગૂગલ, ઓરેકલ, ઈન્ફોસિસ અને ફ્લિપકાર્ટ જેવી અગ્રણી કંપનીઓના નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને કરિયર અને નવી ટેક્નોલોજી અંગે માર્ગદર્શન આપ્યું હતું.

સુરતના જમનાબા વિદ્યાર્થી ભવન ખાતે રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજ્યુકેશન દ્વારા બે દિવસીય ફ્યુચર ફોરવર્ડ 2.0–2026 કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતમાંથી 1200થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને આધુનિક ટેક્નોલોજી, ઈન્ડસ્ટ્રી ટ્રેન્ડ્સ, કરિયર પ્લાનિંગ અને રોજગાર માટે જરૂરી પ્રોફેશનલ સ્કિલ્સ અંગે માર્ગદર્શન આપવાનો હતો. ગૂગલ, ફ્લિપકાર્ટ, ઓરેકલ, ઇન્ફોસિસ, ફિલિપ્સ, સુઝુકી અને મેકિન્સી જેવી અગ્રણી કંપનીઓના નિષ્ણાતોએ પોતાના અનુભવ અને સફળતાની સફર વિદ્યાર્થીઓ સાથે શેર કરી હતી. તો કાર્યક્રમમાં પેનલ ડિસ્કશન, ઈન્ટરેક્ટિવ સત્રો અને ફેકલ્ટી માટે વિશેષ ટ્રેનિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેથી શિક્ષકો પણ નવી ઇન્ડસ્ટ્રીની જરૂરિયાતો મુજબ વિદ્યાર્થીઓને વધુ અસરકારક માર્ગદર્શન આપી શકે. જ્યારે કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે રેઝોન સોલારના મેનેજિંગ ડિરેક્ટર ચિરાગ નાકરાણી ઉપસ્થિત રહ્યા હતા. આયોજકોના જણાવ્યા મુજબ ફ્યુચર ફોરવર્ડ 2.0–2026 વિદ્યાર્થીઓને ભવિષ્યની સ્પર્ધાત્મક દુનિયા માટે તૈયાર કરવાનો મહત્વપૂર્ણ પ્રયાસ સાબિત થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *