સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ
વેસુ વિસ્તારમાં આવેલા ડોમિનોઝ પિઝા શોપમાં અચાનક આગ
ફાયર વિભાગે તાત્કાલિક સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો
સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે વેસુ વિસ્તારમાં આવેલા ડોમિનોઝ પિઝા શોપમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો ફાયર વિભાગે તાત્કાલિક સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
સુરતમાં ઘણા સમયથી આગના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે વેસુ વીઆઈપી રોડ પર સ્પેસ બિલ્ડિંગમાં આવેલા ડોમિનોઝ પિઝા શોપમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગ લાગતા શોપમાં હાજર સ્ટાફ અને અંદાજે 9 ગ્રાહકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.
