સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં આપઘાતનો પ્રયાસ

Featured Video Play Icon
Spread the love

સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં આપઘાતનો પ્રયાસ
માનસિક વિભાગમાં દાખલ 25 વર્ષીય યુવકનો જીવ બચ્યો
ચોથા માળની બારી બહાર જઈ બેસી જતા દોડાદોડી

સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના માનસિક વિભાગમાં દાખલ 25 વર્ષીય યુવક ચોથા માળની બારી બહાર જઈ બેસી જતા હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ હતી. તો સ્ટાફની સમયસરની સતર્કતાથી યુવકનો જીવ બચી ગયો હતો.

સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના માનસિક વિભાગમાં દાખલ 25 વર્ષીય યુવક કોઈને જાણ ન પડે તે રીતે ચોથા માળની બારી બહાર જઈને બેસી ગયો હતો. ઘટના જોઈ વોર્ડ બોય રાહુલ તરત જ દોડી આવ્યા અને સિક્યોરિટી સ્ટાફની મદદથી દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. ભારે જહેમત બાદ યુવકને સુરક્ષિત રીતે અંદર લાવવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હોસ્પિટલ સ્ટાફની સમયસૂચકતા અને સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. હાલ યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *