સુરતમાં હાલ દારૂબંધીની કડક અમલવારી
ઉત્રાણ પોલીસે બે ભાઈઓના ઘરેથી દારૂનો જથ્થો પકડ્યો
રૂપેશ ઉત્તમભાઈ સપકાળે અને જયેશ ઉત્તમભાઈ સપકાળેને ઝડપ્યા
સુરત પોલીસ હાલ દારૂબંધીનુ કડક અમલ કરાવી રહી છે ત્યારે સુરતની ઉત્રાણ પોલીસે બાતમીના આધારે સુમન ઉત્કર્ષ આવાસમાં રહેતા બે ભાઈઓના ઘરેથી દારૂનો જથ્થો ઝડપી પાડીને બંનેની ધરપકડ કરી હતી.
સુરતના ઈન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનર ચોવટીયાની સુચનાને લઈ પીઆઈ એચઆર ગોસ્વામીની ટીમ પીએસઆઈ આરડી ધાધલ સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો મહેન્દ્રભાઈ અને અપોકો કાનજીભાઈને મળેલી બાતમીના આધારે સુમન ઉત્કર્ષ આવાસ ખાતે દરોડા પાડી રૂપેશ ઉત્તમભાઈ સપકાળે અને જયેશ ઉત્તમભાઈ સપકાળેને ઝડપી પાડી તેઓના ઘરેથી 34 હજારથી વધુની કિંમતની અલગ-અલગ બ્રાન્ડની 139 દારૂની બોટલો કબ્જે કરી બન્નેની ધરપકડ કરી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.
