સુરતમાં ભારે વરસાદ બાદ માર્કેટમાં કરોડોનું નુકસાન
હર્ષ સંઘવી વરાછાના પોદાર આર્કેડ અને યસ પ્લાઝાની મુલાકાતે
અસરગ્રસ્ત વેપારીઓ સાથે સીધી મુલાકાત કરી
સુરતમાં ભારે વરસાદ બાદ થયેલા કરોડોના નુકસાન વચ્ચે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વરાછાના પોદાર આર્કેડ અને યસ પ્લાઝાની મુલાકાતે પહોંચ્યા હતા. અને અસરગ્રસ્ત વેપારીઓ સાથે સીધી મુલાકાત કરી તેમની રજૂઆતો સાંભળી હતી. હવે આવતીકાલે સંકલન બેઠક બોલાવી વેપારીઓની સમસ્યાઓ પર ચર્ચા કરવામાં આવશે તેમ જણાવ્યુ હતું.
સુરતમાં ભારે વરસાદથી સૌથી વધુ અસરગ્રસ્ત બનેલા વરાછાના પોદાર આર્કેડ અને યસ પ્લાઝાની રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી. પાણી ભરાવાને કારણે મોબાઈલ અને કોમ્પ્યુટર માર્કેટને કરોડો રૂપિયાનું નુકસાન થતાં વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગૃહમંત્રીએ અસરગ્રસ્ત વેપારીઓ સાથે સીધી વાતચીત કરી તેમની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી. વેપારીઓએ વરસાદી પાણી ભરાવાની સમસ્યા, થયેલા નુકસાન અને ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે કાયમી ઉકેલની માંગ કરી હતી.
હર્ષ સંઘવીએ આવતીકાલે સંકલન બેઠક બોલાવી પોદાર આર્કેડ અને યસ પ્લાઝાના વેપારીઓને તેમાં હાજર રહેવા જણાવ્યું છે. સાથે જ થયેલા નુકસાનનો તાગ મેળવી યોગ્ય કાર્યવાહી અને શક્ય તમામ સહાય માટે સરકાર તથા વહીવટી તંત્ર પ્રતિબદ્ધ હોવાનું આશ્વાસન આપ્યું છે. ભારે વરસાદ બાદ હવે સરકાર અને વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું હોવાનું આ મુલાકાતથી સ્પષ્ટ થયું છે.
