બારડોલી સૃષ્ટિ મહિલા કો. ઓ. ક્રેડિટ સોસાયટીની વાર્ષિક સાધારણ સભા સંપન્ન થઈ હતી. ૫ વર્ષમાં સંસ્થાની અભૂતપૂર્વ પ્રગતિ અંગે ચિતાર અપાયો હતો.
બારડોલીની પ્રતિષ્ઠિત સહકારી સંસ્થા ‘સૃષ્ટિ મહિલા કો. ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિ.’ ની વાર્ષિક સાધારણ સભાનુ આયોજન કરાયું હતું. બારડોલીના જલારામ મંદિર હોલ ખાતે પ્રમુખ દિવ્યા બેન પટેલ ની અધ્યક્ષ સ્થાને સભા નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સભાસદો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સભાની શરૂઆતમાં બારડોલી વિસ્તારના સહકારી ક્ષેત્રના જાણીતા અગ્રણીઓ, સભાસદો જેમનું તાજેતરમાં અવસાન થયું છે, તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમના સહકારી ક્ષેત્રના યોગદાનને સભામાં યાદ કરાયું હતું. સને ૨૦૨૧ માં ખૂબ જ નાના પાયે શરૂ થયેલી આ સંસ્થાને આજે સફળતા પૂર્વક ૫ વર્ષ જેટલો સમય પૂર્ણ થયો છે. આ ૫ વર્ષના ટૂંકા ગાળામાં સંસ્થાએ કરેલી અદભુત પ્રગતિનો ચિતાર સંસ્થાના પ્રમુખ દિવ્ય બેન પટેલ દ્વારા ખૂબ જ ગર્વપૂર્વક રજૂ કરવામાં આવ્યો હતો.
મહિલા સંચાલિત આ સોસાયટીએ ગ્રાહકો અને સભાસદોના વિશ્વાસના જોરે બજારમાં મજબૂત સ્થાન બનાવ્યું છે. શરૂઆતમાં માત્ર ₹૮ લાખથી શરૂ થયેલું શેર ભંડોળ આજે ₹૨૫ લાખને પાર પહોંચી ગયું છે.સંસ્થા પ્રત્યે લોકોનો વિશ્વાસ વધતા આજે સોસાયટી પાસે અંદાજે ₹૨૫ કરોડ જેટલી માતબર ડિપોઝીટ (થાપણો) જમા થઈ છે. સાધારણ સભા દરમિયાન ચાલુ વર્ષનો ઓડિટ રિપોર્ટ વાંચનમાં લેવાયો હતો. આ ઉપરાંત વર્ષ દરમિયાન થયેલા નફાની વહેંચણી કરવા બાબત તેમજ સંસ્થાના વિકાસલક્ષી વિવિધ એજન્ડાના તમામ કામો ઉપસ્થિત સભાસદો દ્વારા સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા
