સુરતના ભેસ્તાન પોલીસ મથકમાં અપહરણ

Featured Video Play Icon
Spread the love

સુરતના ભેસ્તાન પોલીસ મથકમાં અપહરણ
16 વર્ષની સગીરાના અપહરણ કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી
સગીરાને સુરક્ષિત રીતે શોધી કાઢી આરોપીની ધરપકડ કરી

સુરતના ભેસ્તાન પોલીસ મથકમાં નોંધાયેલા 16 વર્ષની સગીરાના અપહરણ કેસમાં ભેસ્તાન પોલીસે ઝડપી કાર્યવાહી કરી મહારાષ્ટ્રના થાણે જિલ્લામાંથી સગીરાને સુરક્ષિત રીતે શોધી કાઢી આરોપીની ધરપકડ કરી હતી.

ભેસ્તાન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત 20 એપ્રિલ, 2026ના રોજ 16 વર્ષની સગીરાને અજાણ્યો યુવક ફોસલાવી અપહરણ કરી લઈ ગયો હોવાની ફરિયાદ નોંધાતા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બગાડ્યા, નાયબ પોલીસ કમિશનર પરમાર સહિતનાઓની સૂચનાને લઈ પીઆઈ એસબી દેસાઈની ટીમ પીએસઆઈ એસજી ચૌહાણ સાથે તપાસમાં જોડાઈ હતી અને અપોકો બ્રિજરાજસિંહને ટેકનિકલ એનાલિસિસ અને વર્કઆઉટના આધારે સગીરા તથા શંકાસ્પદ આરોપી મહારાષ્ટ્રના થાણે જિલ્લાના મુમ્બ્રા વિસ્તારમાં હોવાની ચોક્કસ માહિતી મળતા પોલીસની ખાસ ટીમ મહારાષ્ટ્ર પહોંચી સ્થાનિક પોલીસની મદદથી શીલફાટા રોડ વિસ્તારમાં દરોડો પાડી સગીરાને સુરક્ષિત રીતે શોધી કાઢી અને આરોપી એહતેશામ શાહબુદ્દીન અંસારીની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *