ભારતીય બનાવટની વિદેશી દારૂ પકડતી ભાવનગર પોલીસ
કુલ કિ ૩,૮૨,૩૭૫ નો મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપ્યો
ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ ૮૧૧ તથા બિયર ટીન-૪૮ મળી કુલ કિ ૩,૮૨,૩૭૫ નો મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષકનાંઓએ પોલીસ સ્ટાફને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં લાવવામાં આવતાં વિદેશી દારૂની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ. તા.1 જુલાઈના રોજ એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન ભાવનગર, વડવા, વોશીંગ ઘાટ રોડ ઉપર આવતાં બાતમીરાહે હકીકત મળેલ કે, “દિપક ઉર્ફે ખબરી ઉર્ફે મામા રમેશભાઇ વાઘેલા શેલારશા ચોક, ડો. લાખાણીના દવાખાને સામે આવેલ સીપાઇ જમાતખાનાની બીજા માળે આવેલ દુકાન-૨૭માં બહારથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની જથ્થો રાખી વેચાણ કરે છે.” જે હકીકત આધારે બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા નીચે મુજબનો ઈસમ નીચે મુજબના ભારતીય બનાવટના વિદેશી દારૂની જથ્થા સાથે હાજર મળી આવેલ. જેથી તેના વિરૂધ્ધ ભાવનગર, નિલમબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે….ફિરોજ મલેક ભાવનગર
