મોરબીના જેતપર ગામે ખેડૂતોનું આંદોલન થયું તેજ.

Featured Video Play Icon
Spread the love

મોરબીના જેતપર ગામે ખેડૂતોનું આંદોલન થયું તેજ.
ધારાસભ્ય દુર્લભજી દેથરીયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર.
ખેડૂતોની 6 મુખ્ય માંગણીઓને પત્રમાં કરાઈ સામેલ.

મોરબી જિલ્લાના જેતપર ગામમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજી દેથરીયા આવ્યા છે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત કરીને ખેડૂતોની માંગણીઓને યોગ્ય ગણાવી છે.

ધારાસભ્યએ પોતાની રજૂઆતમાં જણાવ્યું કે મોરબી જિલ્લામાં જમીનોના બજારભાવ ઊંચા છે. હાઈ ટેન્શન વીજ લાઈન પસાર થવાથી જમીનની બજાર કિંમતમાં અંદાજે 50 ટકા સુધીનો ઘટાડો થાય છે. આથી, અસરગ્રસ્ત ખેડૂતોને ન્યાયસંગત અને યોગ્ય વળતર મળવું અનિવાર્ય છે.

ધારાસભ્ય દુર્લભજી દેથરીયાએ મુખ્યમંત્રી સમક્ષ જમીનની બજાર કિંમત નક્કી કરવા માટે D.L.V.C. કમિટીના બદલે 21 માર્ચ, 2025 ની ગાઈડલાઈન મુજબ MRC કમિટીની રચના કરવાની ભલામણ કરી છે. ધારાસભ્યએ વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકાર ખેડૂતોની માંગણીઓ પ્રત્યે સકારાત્મક અભિગમ ધરાવે છે અને આ સમગ્ર મુદ્દે ગંભીરતાપૂર્વક ચિંતિત છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *