સુરતના કતારગામમાં મહિલા પર સ્લેબના પોપડા પડયા
સ્લેબના પોપડા તૂટી પડતાં ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કર્યું
મકાનોની જર્જરિત હાલત અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ ફુલફાડા પાસે કિચનમાં જમતી મહિલા પર અચાનક સ્લેબના પોપડા તૂટી પડતાં ફાયર બ્રિગેડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતું.
સુરતના કતારગામ વિસ્તારના ફુલફાડા પાસે એક રહેણાંક મકાનમાં અચાનક અકસ્માત સર્જાયો હતો. કિચનમાં જમવા બેઠેલી મહિલા પર છતના સ્લેબના પોપડા તૂટી પડતાં કાટમાળ નીચે તેમનો પગ દબાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાએ રહેણાંક મકાનોની જર્જરિત હાલત અંગે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
