ભાવનગરમાં 94 લાખની છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપી

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં 94 લાખની છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપી
આરોપીને સુરતમાંથી ઝડપી પાડી તેનો કબ્જો સોંપ્યો
રાજેશભાઈ લાલજીભાઈ બટુાણીને ઝડપી પાડવામાં આવ્યો

સુરત ક્રાઇમ બ્રાન્ચ ભાવનગરના મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 94 લાખની છેતરપિંડીના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને સુરતમાંથી ઝડપી પાડી તેનો કબ્જો ભાવનગરની મહુવા પોલીસને સોંપવાની તજવીજ  હાથ ધરી હતી.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતના આદેશને લઈ ક્રાઈમ બ્રાન્ચની વિવિધ ટીમો નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને હતી ત્યારે  સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની આર્મ્સ સ્કવોડની ટીમને મળેલી બાતમીના આધારે સીતાનગર ચાર રસ્તા નજીકથી રાજેશભાઈ લાલજીભાઈ બટુાણીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ તેના સાગરિતો સાથે મળીને સાડીના ધંધામાં ભાગીદારીના બહાને ફરિયાદી પાસેથી આશરે 94 લાખની સાડીઓનો માલ ખરીદી પૈસા ન ચૂકવી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવાની કબૂલાત કરી હતી. જેથી ક્રાઈમ બ્રાન્ચે આરોપીનો કબ્જો મહુવા ગ્રામ્ય પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *