ગાંધીનગર મહાત્મા મંદિરમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ

Featured Video Play Icon
Spread the love

ગાંધીનગર મહાત્મા મંદિરમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ
દેશની પ્રથમ સહકાર આધારિત ટેક્સી સેવાનું લોન્ચિંગ
ગુજરાતના પાટનગર ગાંધીનગરથી ઐતિહાસિક પહેલની શરૂઆત

દેશભરમાં સહકારથી સમૃદ્ધિના મંત્રને વધુ એક વખત સાર્થક કરતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહએ ગુજરાતના પાટનગર ગાંધીનગરથી ઐતિહાસિક પહેલની શરૂઆત કરી છે.

દેશની પ્રથમ સરકાર અને સહકાર આધારિત ડ્રાઇવર-માલિકીની રાઇડ હેલિંગ સેવા Bharat Taxi નું અમિત શાહના હસ્તે ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી અમિત શાહના વિઝન હેઠળ શરૂ થઈ રહેલી ‘ભારત ટેક્સી’ દેશની પ્રથમ એવી રાઇડ હેલિંગ સેવા છે, જે સંપૂર્ણપણે સહકારી મોડલ પર કામ કરશે. આ સેવાની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ‘ડ્રાઇવર માલિકીની’ સેવા છે. અત્યાર સુધી ખાનગી કંપનીઓના પ્લેટફોર્મ પર ટેક્સી ચલાવતા ડ્રાઇવરોને ઊંચું કમિશન ચૂકવવું પડતું હતું, પરંતુ આ સરકારી-સહકારી મોડલથી હવે ડ્રાઇવરો આર્થિક રીતે સશક્ત બનશે અને સીધા જ પોતાની કમાણીના માલિક બનશે. આ લોન્ચિંગ સાથે જ ગુજરાતભરમાંથી 4,000 થી વધુ નવા સારથીઓ આ ડિજિટલ ક્રાંતિનો હિસ્સો બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં 12 વર્ષ વિકાસના રહ્યા છે અને હવે આ વિકાસ કાર્યોમાં સહકાર વિભાગ પણ જોડાયો છે. તેમણે ‘ભારત ટેક્સી’ સેવાને આત્મનિર્ભર ભારતના નિર્માણનું પ્રથમ સોપાન અને શ્રમના સન્માન સમાન ગણાવ્યું છે

પ્રારંભિક તબક્કામાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા આ ‘ભારત ટેક્સી’ સેવાનો પ્રારંભ ગુજરાત રાજ્યના 14 મુખ્ય શહેરોમાં કરવામાં આવશે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર અને જૂનાગઢ જેવા મહાનગરોનો સમાવેશ થાય છે. આ શહેરોના નાગરિકોને હવે સસ્તી, સુરક્ષિત અને વિશ્વાસપાત્ર સરકારી ટેક્સી સેવાનો લાભ મળશે. રાજ્યમાં અત્યાર સુધીમાં 1. 5લાખથી વધુ સારથીઓઅને 6 લાખથી વધુ ગ્રાહકો આ પ્લેટફોર્મ સાથે જોડાઈ ચૂક્યા છે. ખાનગી કંપનીઓ જેમને માત્ર એક ડ્રાઇવર માને છે, તેમને અમે ‘સારથી’ ગણીએ છીએ; આ જ શોષણનો અંત લાવવા માટે સહકાર મોડલ પર એક નવી ટેક્સી સેવા શરૂ કરવાનો વિચાર આવ્યો અને તેમાંથી જન્મેલી આ ‘સહકાર ટેક્સી’ હવે ડ્રાઇવરોના શોષણનો કાયમી અંત લાવશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *