અમરેલી જિલ્લામાં 8 દિવસમાં સિંહના હુમલામાં ત્રીજા વ્યક્તિનું મોત

Featured Video Play Icon
Spread the love

અમરેલી જિલ્લામાં 8 દિવસમાં સિંહના હુમલામાં ત્રીજા વ્યક્તિનું મોત
રાજુલામાં કોવાયામાં સિંહણે પરપ્રાંતિય યુવકને ફાડી ખાધો
વતન જવા નીકળેલા યુવકને સિંહણે શિકાર બનાવ્યો

ગીર પંથકમાંથી ફરી એકવાર હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં રોજીરોટીની શોધમાં ગુજરાત આવેલા એક યુવક માટે વતન પરત ફરવાની તૈયારી જીવનની અંતિમ સફર બની ગઈ. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક સિંહના જીવલેણ હુમલામાં ઉત્તરાખંડના યુવાનનું કરુણ મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં ભય અને શોકનું મોજું ફરી વળ્યું છે.

ગુજરાતના ગીર પંથકમાં માનવ-વન્યજીવ સંઘર્ષની વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક સિંહના હુમલામાં એક પરપ્રાંતીય યુવકે જીવ ગુમાવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે શોકની લાગણી વ્યાપી ગઈ છે. હુમલો એટલો ભયાનક હતો કે યુવકને બચવાની કોઈ તક મળી નહોતી. ઘટના સ્થળેથી માનવ શરીરના અવશેષો મળતાં સમગ્ર પંથકમાં કંપારી ફેલાઈ ગઈ હતી. આ કરુણ ઘટનાએ સ્થાનિક લોકોમાં ભય અને ચિંતા વધારી દીધી છે. રોજગારની શોધમાં પોતાના ઘરથી દૂર આવેલા પ્રકાશ ચંદ્ર માટે વતન પરત ફરવાની સફર અંતિમ સફર બની ગઈ. તેમના અકાળ નિધનથી પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ હૃદયદ્રાવક ઘટનાએ ફરી એકવાર માનવ વસાહતોની નજીક વધતી સિંહોની અવરજવર અને માનવ-વન્યજીવ સંઘર્ષના મુદ્દાને કેન્દ્રસ્થાને લાવી દીધો છે.

મળતી માહિતી અનુસાર, મૃતક યુવકની ઓળખ પ્રકાશ ચંદ્ર તરીકે થઈ છે. તેઓ મૂળ ઉત્તરાખંડના પિથૌરાગઢ જિલ્લાના રહેવાસી હતા અને સ્થાનિક હોટલ-રેસ્ટોરન્ટમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જણાવવામાં આવે છે કે મોડી રાત્રે તેઓ પોતાના વતન જવાની તૈયારીમાં હોટલેથી નીકળ્યા હતા. એ દરમિયાન કોવાયા ગામ નજીક અંધકાર વચ્ચે સિંહે તેમના પર અચાનક હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસ બાદ શંકાસ્પદ સિંહને પાંજરે પૂરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાથે જ આસપાસના વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ અને લોકોમાં સાવચેતી રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *