માંડવી સરકારી હોસ્પિટલ ખાતે સ્વચ્છતા અને વૃક્ષારોપણ કાર્યક્રમ
સુરત જિલ્લા ભાજપ મહામંત્રી અંકુરભાઈ દેસાઈના અધ્યક્ષતા માં યોજાયો
દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં ‘૧૨ વર્ષના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ’ ની ભવ્ય ઉજવણીના ભાગરૂપે માંડવી સરકારી હોસ્પિટલના પરિસરમાં એક વિશેષ સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે સુરત જીલ્લા ભાજપા મહામંત્રી અંકુરભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતાના સંકલ્પ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં સંગઠન અને નગરપાલિકાના તમામ પદાધિકારીઓ તેમજ કર્મઠ કાર્યકર્તાઓ ઉત્સાહભેર જોડાયા હતા. આ કાર્યક્રમમાં માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ, પાલિકા પ્રમુખ અમિષાબેન રાઠોડ, મહામંત્રી શાલીન ભાઈ શાહ, ઉપપ્રમુખ પ્રવિણસિંહ અટો દરિયા, કારોબારી અધ્યક્ષ સુનિલભાઈ રબારી તથા સંગઠનના હોદ્દેદારો તથા સ્વચ્છતા અભિયાન તથા વૃક્ષારોપણના ઇન્ચાર્જ શ્રી ઑ તેમજ પાલિકાના સદસ્યો તેમજ ભાજપના કમર્થ અને રાષ્ટ્રપ્રેમી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…
