સુરત વરાછા પોલીસે ગાંજાના જથ્થા સાથે એકને ઝડપ્યો
કમલેશ ઉર્ફે સોમા વજેસીંગ ગોહિલને ઝડપી પાડ્યો
મોબાઈલ સહિત 25 હજારથી વધુની મત્તા કબ્જે
સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની વરાછા પોલીસે ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા આપેલા આદેશને લઈ અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ એઆર વાળાની ટીમ પીએસઆઈ પીબી ગોલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો ગીરીશભાઈને મળેલી બાતમીના આધારે ગાંજાના જથ્થા સાથે મુળ વડોદરાનો અને હાલ વરાછા ઘનશ્યામનગરમાં રહેતા કમલેશ ઉર્ફે સોમા વજેસીંગ ગોહિલને ઝડપી પાડી તેની પાસેથી 20 હજારથી વધુનો ગાંજાનો જથ્થો તથા મોબાઈલ સહિત 25 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
