નવસારી મહાનગરપાલિકામાં પ્રથમ મેયર અશોકભાઈ ધોરાજી

Featured Video Play Icon
Spread the love

નવસારી મહાનગરપાલિકામાં પ્રથમ મેયર અશોકભાઈ ધોરાજી
42 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીમાં વિવિધ સંગઠનાત્મક ભૂમિકાઓ
ડેપ્યુટ મેયર તરીકે કેયુરૂબેન દેસાઈ

નવસારી મહાનગરપાલિકામાં પ્રથમ મેયર કોણ બનશે અને લઈને ચર્ચાઓ જાગી હતી જેનો હવે અંત આવ્યો છે નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે અશોકભાઈ ધોરાજી વરણી કરવામાં આવી છે 42 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીમાં વિવિધ સંગઠનાત્મક ભૂમિકાઓ ભજવ્યા બાદ હવે પાર્ટીએ તેમને મેયર તરીકેની જવાબદારી આપવામાં આવી છે.

ડેપ્યુટ મેયર તરીકે કેયુરૂબેન દેસાઈ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે મુકેશભાઈ અગ્રવાલ ની નિમણૂક થઈ છે શાસક પક્ષના નેતા તરીકે નરેશભાઈ પુરોહિત અને દંડક તરીકે રાકેશભાઈ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે. નવસારી મહાનગરપાલિકામાં મેયર તરીકે અશોકભાઈ ધોરાજી ની વરણી કરી ભારતીય જનતા પાર્ટીએ નવાજ પ્રકારનો સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે. 42 વર્ષ સુધી સામાન્ય સંગઠનાત્મક ભૂમિકા ભજવનારને પાર્ટી લાંબા ગાળે મહત્વની જવાબદારી આપી શકે અને કામની કદર પક્ષ કરતું હોય છે એવો રાજકીય સંદેશો કાર્યકર્તાઓમાં પહોંચાડવાનો ભારતીય જનતા પાર્ટીનો અભિગમ રહ્યો છે નવા વરાયેલા મેયર અશોકભાઈ ધોરાજીયા એ શહેરને લોકોના અભિપ્રાય પ્રમાણે વિકસાવવાનો અને વિકાસની દિશા નક્કી કરવાનો નિર્ધાર કર્યો છે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *