રાંદેરમાં ગેરેજ કામદાર અમર ઉર્ફે કાલુની હત્યા મામલે બે આરોપી ઝડપાયા

Featured Video Play Icon
Spread the love

રાંદેરમાં ગેરેજ કામદાર અમર ઉર્ફે કાલુની હત્યા મામલે બે આરોપી ઝડપાયા
સિગારેટ પીવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડાએ લીધો હત્યાનો વળાંક
કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર સહિત બે હત્યારાઓ પોલીસ જાળમાં
રાંદેર પોલીસે ગણતરીના કલાકોમાં હત્યા કેસનો ભેદ ઉકેલ્યો

સુરતમાં કાયદો વ્યવસ્થા પર અસામાજિક તત્વો વારંવાર તરાપ મારી રહ્યા છે ત્યારે રામનગર ખાતે ગેરેજનુ કામ કરતા યુવાનની રાત્રીના સમયે હત્યા કરાતા દોડતી થયેલી રાંદેર પોલીસે ગણતરીના કલાકોમાં જ કિશોર સહિત બે હત્યારાઓને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં. તો સિગારેટ પિવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડામાં હત્યા કરાઈ હોવાનુ સામે આવ્યુ હતું.

સુરતમાં રોજેરોજ હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો હોય જેને લઈ કાયદો વ્યવસ્થા સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાં યુવાનની હત્યા કરાતા ચકચાર મચી ગઈ હતી. રાંદેરના રામનગર પાસે મોડી રાત્રે ગેરેજનુ કામ કરતા 33 વર્ષીય અમર ઉર્ફે કાલુની હત્યા કરાતા રાંદેર પોલીસ સ્થળે દોડી ગઈ હતી અને લાશનો કબ્જો લઈ ત્વરિત તપાસ હાથ ધરી રાંદેર પોલીસે અમર કાલુની હત્યા કરી ભાગી છુટેલા કિશોર સહિત બે હત્યારાઓને ઝડપી પાડ્યા હતાં. તો અમર કાલુની હત્યા તેના મિત્ર એવા કાયદાના સંર્ઘષમાં આવેલા કિશોર સાથે સિગારેટ પિવા જેવી બાબતે થયેલા ઝઘડામાં કરાઈ હોવાનુ પોલીસે જણાવ્યુ હતું. તો હત્યારા કિશોર સાથે તેઓનો મિત્ર શ્રવણ ઉર્ફે ગોપાલ પણ સાથે હોય રાંદેર પોલીસે તેઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *