સુરત એસઓજીની ટીમ રાષ્ટ્ર સુરક્ષાને લઈ મેદાને

Featured Video Play Icon
Spread the love

સુરત એસઓજીની ટીમ રાષ્ટ્ર સુરક્ષાને લઈ મેદાને
કાર મેળા, મોબાઈલ શોપ અને ભંગાર લે વેચ કરતા વેપારીઓને ત્યાં તપાસ
દેશ વિરોઘી પ્રવૃત્તિઓ કરનારાઓ અંગે સજાગ થવા તમામને જાગૃત્ત કર્યા

સુરત એસઓજીની ટીમ રાષ્ટ્ર સુરક્ષાને લઈ મેદાને આવી ગઈ હોય તેમ સુરતના વિવિધ કાર મેળા, મોબાઈલ શોપ અને ભંગાર લે વેચ કરતા વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી હતી અને ગેરકાયદે દેશ વિરોઘી પ્રવૃત્તિઓ કરનારાઓ અંગે સજાગ થવા તમામને જાગૃત્ત કર્યા હતાં.

દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓ અને ગુનાખોરી ડામવા માટે ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી છે. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના આદેશ બાદ સુરત સહિત રાજ્યના તમામ શહેરોની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ શાખાઓએ સેકન્ડ હેન્ડ મોબાઈલ અને વાહન વેચનારાઓનો ડેટા તૈયાર કરવાની કામગીરી શરૂ કરી છે. પોલીસને શંકા છે કે આતંકીઓ તેમની ઓળખ છુપાવવા માટે જૂના વાહનો અને મોબાઈલનો ઉપયોગ હથિયાર તરીકે કરી રહ્યા છે.

સુરત એસઓજીની ટીમે સરતના અલગ અલગ વિસ્તારોમાં જઈ 366 કરતા વધુ મોબાઈલ શોપ, જુના તથા વાહનોની લે વેચ કરતા ડીલરો અને ભંગારના વેપારીઓને ત્યાં આકસ્મિક ચેકિંગ કર્યુ હતું અને તમામના ડેટાબેઝ તૈયાર કરવા સુચના આપી હતી. સાથે ગ્રાહકના માન્ય ઓળખ દસ્તાવેજો ની સંપૂર્ણ ચકાસણી કર્યા વિના, કોઈપણ મોબાઈલનો સોદો ન કરવા પણ આદેશ આપ્યો હતો. શંકાસ્પદ વ્યક્તિ કે શંકાસ્પદ ફોન ખરીદ વેચાણ માટે આવે તો પોલીસને જાણકારી આપવા સૂચના અપાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *