તાપીમાં સગીરાનું શોષણ કરનાર અસ્વદ શેખનું સરઘસ

Featured Video Play Icon
Spread the love

તાપીમાં સગીરાનું શોષણ કરનાર અસ્વદ શેખનું સરઘસ
વાલોડમાં વિદ્યાર્થિનીનું ટ્યુશન ક્લાસીસના સંચાલકે એક વર્ષ શોષણ કર્યુ,
જાનથી મારી નાખવા અને મરી જવા ધમકી આપતો

તાપી જિલ્લામાં ફરી એકવાર શિક્ષણ જગતને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે. વાલોડ તાલુકાના બુહારી ગામે ટ્યુશન ક્લાસ ચલાવતા એક શિક્ષક દ્વારા સગીર વયની વિદ્યાર્થીની સાથે છેડતી કર્યાનો ગંભીર આક્ષેપ થતા સમગ્ર વિસ્તારમાં રોષની લાગણી ફેલાઈ છે.

મળતી માહિતી મુજબ, બુહારી ખાતે ખાનગી ટ્યુશન ચલાવતા શિક્ષક પર સગીર વિદ્યાર્થીની સાથે અયોગ્ય વર્તન અને છેડતી કરવાનો આક્ષેપ લાગ્યો હતો. ઘટના અંગે વિદ્યાર્થીનીએ પરિવારજનોને જાણ કરતાં તેઓએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. ફરિયાદ નોંધાતા વાલોડ પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે આરોપીને અટકાયત કરી કાયદેસરની પ્રક્રિયા શરૂ કરી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે આરોપીનો જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા અને “તાપી પોલીસ જિંદાબાદ” ના નારા લગાવાયા હતા. પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે બાળકી સામેના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

પોલીસ દ્વારા આરોપી સામે પોક્સો અધિનિયમ તેમજ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સાથે વધુ તપાસ ચાલી રહી છે. પીડિતાને ન્યાય મળે તે માટે જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ રહી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. આ બનાવથી શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોમાં ચિંતા વ્યાપી છે. વાલોડ તથા આસપાસના વિસ્તારોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમાજના આગેવાનો અને વાલીઓ દ્વારા દોષિત સામે કડક સજા કરવાની માંગ ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *