અમરોલી પોલીસ મથકની હદમાં રાયોટીંગ
કોસાડ આવાસ ખાતે થયેલ રાયોટીંગના ગુનામાં સંડોવાયેલા આરોપી
8 આરોપીઓને કલાકોમાં જ અમરોલી પોલીસે ઝડપી પાડ્યા
અમરોલી પોલીસ મથકની હદમાં કોસાડ આવાસ ખાતે થયેલ રાયોટીંગના ગુનામાં સંડોવાયેલા આરોપીઓમાંથી 8 આરોપીઓને કલાકોમાં જ અમરોલી પોલીસે ઝડપી પાડ્યા હતાં.
સુરતમાં ગુનેગારો હવે સરેઆમ આતંક મચાવી રહ્યા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે અમરોલી પોલીસ મથકની હદમાં કોસાડ આવાસ ખાતે માથાભારે ટોળકીએ રાત્રીના સાડા બારેક વાગ્યાના અરસામાં આતંક મચાવ્યો હોય અને ચાંદની ભગત તથા તેના પરિવારને ગાળો આપી જાનથી મારી નાંખવાનો પ્રયાસ કરી ચપ્પુ વડે ફરિયાદી અને તેની સાસુ, ભાઈ તથા નણંદને ઈજા પહોંચાડનાર માથાભારે પીન્ટો ઉર્ફે ચીરાગ, રાહુલ ઉર્ફે બટાકો, રોનક સહિત 16 થી વધુ આરોપીઓ સામે ગુનો નોંધાતા અમરોલી પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને પીઆઈ વનાર તથા પીએસઆઈ જેજી કામળીયાની ટીમના અપોકો વનરાજસિંહ તથા સંજયકુમારનાને મળેલી બાતમીના આધારે કાર્તીક ઉર્ફે પીન્ટુ રાઠોડ, ચિરાગ રાઠોડ, રાહુલ બટાકુ પારઘી, રોનક રાઠોડ, અલ્પેશ વસાવા, વિક્કી સોનવણે, પરેશ પારઘી અને અરમાન પરીડાને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
