ઝારખંડના બોરીયો પોલીસ મથકમાં ફરાર આરોપી
હત્યાના પ્રયાસ, આર્મ્સ એક્ટ અને રાયોટિંગના ગુનામાં 5 વર્ષથી ફરાર
વોરંટ 70 મુજબના આરોપીને સુરતની સચિન પોલીસે ઝડપી પાડ્યો
ઝારખંડના બોરીયો પોલીસ મથકમાં હત્યાના પ્રયાસ, આર્મ્સ એક્ટ અને રાયોટિંગના ગુનામાં 5 વર્ષથી નાસ્તા ફરતા વોરંટ 70 મુજબના આરોપીને સુરતની સચિન પોલીસે ઝડપી પાડ્યો છે.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર અને મદદનીશ પોલીસ કમિશનરની સૂચના અને લઈ સચિન પીઆઇ પીએન વાઘેલાની ટીમ પીએસઆઈ એનડી ડામોર ના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો ભરતભાઈ, અપોકો મેહુલરાજ અને પ્રકાશકુમાર ને મળેલી બાતમીના આધારે ઝારખંડના બોરીયો પોલીસ મથકમાં હત્યાના પ્રયાસ, આર્મ્સ એક્ટ અને રાયોટિંગના ગુનામાં 5 વર્ષથી નાસ્તા ફરતા વોરંટ 70 મુજબના આરોપી મનીષ ઉર્ફે મનીષસિંગ દિનેશ યાદવ ને ઝડપી પાડી તેનો કબજો ઝારખંડ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
