સુરતના ડુમસ સી ફેસ પર જાહેરમાં લઘુશંકા
લઘુશંકા કરનાર ઈસમનો વિડીયો વાયરલ
પોલીસે ઝડપી પાડતા બે હાથ જોડી માફી માંગી
સુરતના ડુમસ સી ફેસ પર જાહેરમાં લઘુશંકા કરનાર ઈસમનો વિડીયો વાયરલ થતા પોલીસે તેને ઝડપી પાડતા બે હાથ જોડી માફી માંગી હતી.
સુરતના ડુમસ સી ફેસ પર જાહેરમાં લઘુશંકા કરનાર ઈસમને ડુમસ પોલીસ ઝડપી પાડ્યો હતો. મહિલાઓ સહિતની આવન જાવન વચ્ચે સરાજાહેર લઘુશંકા કરનાર ઈસમનો વિડીયો જાગૃત્ત નાગરિકે મોબાઈલમાં ઉતારી વાયરલ કરતા ડુમસ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી જાહેરમાં લઘુશંકા કરનારને ઝડપી પાડ્યો હતો. જ્યાં તે ઈસમે માફી માંગી હવે આવુ ન કરવા જણાવ્યુ હતું.
