સુરતની સરદાર પટેલ વિદ્યાભવનમાં કોમર્સનું 90.28 ટકા અને સાયન્સનું 89.77 ટકા
ધોરણ 12 ના પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા
ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્ય અને સાયન્સ પ્રવાહનું પરિણામ
ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સ પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સુરતમાં પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
સુરતની પ્રખ્યાત સરદાર પટેલ વિદ્યાભવન સહિત શહેરની વિવિધ શાળાઓમાં આજે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓ અને વાલીઓ શાળાઓ ખાતે એકત્રિત થયા હતા.આ વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 46,760 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે સાયન્સ પ્રવાહમાં 15,589 વિદ્યાર્થીઓ સામેલ રહ્યા હતા.પરિણામની વાત કરીએ તો સુરત જિલ્લામાં સામાન્ય પ્રવાહનું પરિણામ 90.28 ટકા નોંધાયું છે, જ્યારે સાયન્સ પ્રવાહનું પરિણામ 89.77 ટકા આવ્યું છે સામાન્ય પ્રવાહમાં A1 ગ્રેડમાં 12 વિદ્યાર્થીઓએ બાજીમારી કરી છે, જ્યારે A2 ગ્રેડમાં 19 વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.સરદાર પટેલ વિદ્યાભવનનું કુલ પરિણામ 98.58 ટકા નોંધાતા શાળા પરિવાર ગર્વ અનુભવી રહ્યો છે. શાળામાં વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડી અને ડીજેના તાલે ગરબા રમીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.કેટલાક વિદ્યાર્થીઓ ધાર્યા કરતા ઓછા માર્ક્સ મળતા નિરાશ પણ થયા હતા, જ્યારે ઘણા વિદ્યાર્થીઓ અપેક્ષા કરતાં સારું પરિણામ મળતાં ભાવુક બની ગયા હતા.
વિદ્યાર્થીઓએ ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઈટ અને વોટ્સએપ નંબર મારફતે પોતાનું પરિણામ સરળતાથી ચકાસ્યું હતું આ રીતે સુરત શહેરમાં પરિણામને લઈને ખુશી અને લાગણીભર્યો માહોલ જોવા મળ્યો… સફળ થયેલા તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન.
