સુરતમાં ચોમાસા દરમિયાન ખાડી પુરની સ્થિતિને લઇ તંત્ર એલર્ટ
ખાડી પુરની સ્થિતિને લઈ પ્રિ મોન્સુન કામગીરી શરૂ કરાઈ
મનપા દ્વારા ખાડી સફાઈની કામગીરી હાથ ધરાઈ
સુરતમાં ચોમાસા દરમિયાન ખાડી પુરની સ્થિતિને લઈ પ્રિ મોન્સુન કામગીરી શરૂ કરાઈ હોય તેમ સુરત મનપા દ્વારા ખાડી સફાઈની કામગીરી હાથ ધરાઈ છે.
સુરતમાં દર વખતે ચોમાસામાં ખાડીપુરની સમસ્યા ઉદભવતી હોય છે. ત્યારે આ વખતે તો ચોમાસા પહેલા જ એટલે કે ઉનાળામાં જ સુરત મનપા દ્વારા ખાડી સફાઈ માટે ખાસ મશીનોથી સફાઈ શરુ કરી દીધી છુ. સુરત મનપા દ્વારા ખાડીની સફાઈ માટે 04 ખાસ પ્રકારના ફ્લોટિંગ પોકલેન મશીનો કાર્યરત કરાયા છે. લીંબાયત મીઠીખાડીમાં ફ્લોટિંગ પોકલેન મશીન દ્વારા સફાઈ કામગીરી શરૂ કરાઈ છે. ખાડીના એવા ભાગમાં જ્યાં સફાઈ માટે સામાન્ય રીતે રસ્તો એટલે કે એપ્રોચ હોતો નથી ત્યાં આ મશીનોથી કામગીરી કરાશે તેમ અધિકારીઓએ જણાવ્યુ હતું.
