સુરતમાં ટ્રાફિકની સમસ્યા દુર કરવાને લઈ દબાણ દુર કરાયુ
દુકાનો બહાર અને ફુટપાથ પર દબાણો કરાયા
સચીન પોલીસ દ્વારા સચીન બજાર રોડ પર ટ્રાફિક ન્યુસન્સ દૂર કરાયું
સુરતમાં ટ્રાફિકની સમસ્યા દુર કરવાને લઈ સચીન પોલીસ દ્વારા સચીન બજાર રોડ પર ટ્રાફિક ન્યુસન્સ ઉભુ કરનારાઓનુ દબાણ દુર કરાયુ હતું.
સુરતમાં જાહેરમાં દબાણ કરનારાઓ સામે પોલીસ લાલ આંખ કરી રહી છે ત્યારે સચિનમાં પોલીસ દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ હતી. સચીન બજાર રોડ પર ટ્રાફિક ન્યુસન્સ ઉભુ કરનારાઓનો દબાણ સચીન પોલીસે દુર કર્યુ હતું. રોજબરોજની ટ્રાફિકની સમસ્યાથી કંટાળી આખરે સચીન પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરી હતી. દુકાનો બહાર અને ફુટપાથ પર દબાણો કરાયા હોય જે દુર થતા વાહન ચાલકોને પણ રાહત થઈ હતી.
