સુરતના ડિંડોલી વિસ્તારમાં રૂપિયાની લેતી દેતી મામલે હત્યા

Featured Video Play Icon
Spread the love

સુરતના ડિંડોલી વિસ્તારમાં રૂપિયાની લેતી દેતી મામલે હત્યા
શુભમને પગ અને હાથના ભાગે ચપ્પુ મારી દેતા ઇજા પહોંચી હતી
યુવાનની હત્યા કરી દેવાતા પોલીસ દોડતી થઈ ગઈ

સુરતના ડિંડોલી વિસ્તારમાં રૂપિયાની લેતી દેતી મામલે યુવાનની હત્યા કરી દેવાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા શુભમ વાઘ તેના મિત્ર સાથે અગઉ કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો જો કે થોડા સમય બાદ શુભમ કામ છોડી ગયો હતો પરંતુ રૂપિયા બાકી હોય જેને લઈ મિત્ર સાથે શુભમની વારંવાર પૈસા માટે બોલાચાલી થતી હતી. અને શુભમના ઘર પાસેથી જ તેનો મિત્ર જતો હોય જેને જોઈ શુભમે પોતાના પૈસાની માંગણી કરતા તેઓ વચ્ચે ઝઘડો થયો હતો અને હાથાપાઈ સર્જાયા બાદ મિત્રએ શુભમને પગ અને હાથના ભાગે ચપ્પુ મારી દેતા તેને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બનાવને લઈ પોલીસને જાણ થતા પોલીસે સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *