સુરતમાં ચુંટણી સમયે ગાંજાનો જથ્થો
સચીન જીઆઈડીસી પોલીસને 45 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપ્યો
સુરતમાં ચુંટણી સમયે સચીન જીઆઈડીસી પોલીસને 45 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે.
સુરતમાં પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે. ત્યારે સુરત પોલીસની સચીન જીઆઈડીસી પોલીસના પીઆઈ અને સ્ટાફને અધધ કહેવાય તેટલો 45 ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં અનહદ સફળતા મળી છે. સચીન જીઆઈડીસીના પોલીસ ઈન્સ્પેક્ટરની ટીમે સચીન જીઆઈડીસી ખાતે આવેલ શિવનગર સોસાયટીની દુકાનમાંથી અધધ કહેવાય તેટલો 45 ગ્રામ ગાંજા સાથે એકની અટકાયત કરી પ્રસંશનીય કામગીરી કરી હતી.
