સુરતમાં વધી રહેલી વાહન ચોરીની ઘટનાઓ
ગોડાદરા પોલીસે રીઢા વાહન ચોરને ઝડપી પાડ્યો
ચોર રણુભાઈ બુટાભાઈ બોળીયાને ઝડપી પાડ્યો
સુરતમાં વધી રહેલી વાહન ચોરીની ઘટનાઓ વચ્ચે ગોડાદરા પોલીસે રીઢા વાહન ચોરને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલી બાઈક કબ્જે કરી હતી.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર કાનન દેસાઈ અને મદદનીશ પોલીસ કમિશનર જાડેજાની સુચનાને લઈ પીઆઈ વીબી ગોહિલની ટીમ પીએસઆઈ જેએસ રામાનંદીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો હરવિજયસિંહ, અહેકો સંદીપભાઈ અને અપોકો વિશાલભાઈને મળેલી બાતમીના આધારે ભારદ્વાજ નગર સોસાયટી પાસેથી ગોડાદરા પોલીસ મથકની હદમાંથી ચોરાયેલી મોપેડ સાથે રીઢા વાહન ચોર એવા ગોડાદાર ખાતે રહેતા રણુભાઈ બુટાભાઈ બોળીયાને ઝડપી પાડ્યો હતો અને તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
