સુરતના ઉદ્યોગોને ટકાવી રાખવાને લઈ વિવર્સ એસોસીએશનની મિટિંગ

Featured Video Play Icon
Spread the love

સુરતના ઉદ્યોગોને ટકાવી રાખવાને લઈ વિવર્સ એસોસીએશનની મિટિંગ
એક જ પાળી એટલે કે 12 કલાક જ ફેકટરી ચાલુ રાખવા નિર્ણય
યુદ્ધ લાંબુ ચાલવાની આશંકા પણ વ્યક્ત કરાઈ

ખાડી દેશમાં ચાલી રહેલા યુદ્ધને લઈ સુરતના ઉદ્યોગોને ટકાવી રાખવાને લઈ વિવર્સ એસોસીએશન દ્વારા 1 જ પાળી એટલે કે 12 કલાક જ ફેકટરી ચાલુ રાખવા નિર્ણય લેવાયો છે. તો યુદ્ધ લાંબુ ચાલવાની આશંકા પણ વ્યક્ત કરાઈ હતી.

યુદ્ધની પરિસ્થિતિને લઈ ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિએશન દ્વારા એક અગત્યનો નિણર્ય લેવાયો છે જેમાં હવે 1 જ પાળી એટલે 12 કલાક જ ફેકટરી ચાલુ રાખવામાં આવશે. પ્રોડકશન કાપ કરવા બાબતે સૂચન કરાયું છે. ઉદ્યોગને ટકાવી રાખવા માટે આ નિર્ણય લેવાયો હોવાનુ ફોગવા પ્રમુખ અશોક જીરાવાલાએ કહ્યુ હતું. અને સાથે જણાવ્યુ હતુ કે કારીગરને ફરજીયાત સાચવવા જ પડશે. 1 લી એપ્રિલ 2026થી નિર્ણય અમલી બનશે. યુદ્ધ લાબું ચાલવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. તો તમારા પ્રોડક્શન અંગે તમારે નિર્ણય લેવાનો છે અને કોઈને ફેકટરી બંધ કરવી હોય તો કરી શકે છે તેમ વિવર્સ એસોશીએસન દ્વારા જણાવાયુ હતું. અગાઉ ગૂગલ રીવ્યુ ફોર્મ દ્વારા વિવર્સોના સૂચનો મંગાવાયા હતા જેમાં વેકેશન પાડવું, 15 દિવસ ચાલુ રાખવું, કે 12 કલાક દિવસમાં ફેકટરી ચાલુ રાખવી એ બાબતે સૂચનો મંગાવ્યા હોવાનુ જણાવાયુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *