બારડોલીમાં ગુજરાત ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટ’ માં દારૂ પીતો વિડીયો વાયરલ

Featured Video Play Icon
Spread the love

બારડોલીમાં ગુજરાત ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટ’ માં દારૂ પીતો વિડીયો વાયરલ
કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક શરમજનક ઘટના
આરોપી મેહુલ હસમુખભાઈ રાઠોડ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી

બારડોલી સ્થિત સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજિત ‘ગુજરાત ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટ’ હાલ રમતને કારણે નહીં, પરંતુ કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક શરમજનક ઘટનાને લીધે વિવાદોના વંટોળમાં ફસાઈ છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ બારડોલીના સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે, જેમાં એક યુવક પ્રેક્ષક ગેલેરીમાં બેસીને હજારો લોકોની હાજરીમાં બિન્દાસ્તપણે બિયર પીતો નજરે પડે છે. સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાની મેચોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ યુવકે આવી હરકત કરતાં બારડોલીનું નામ પણ ખરાબ થયું છે. ચોંકાવનારી બાબત એ છે કે જ્યારે આ યુવક નશાની લિજ્જત માણી રહ્યો હતો, ત્યારે તેની બાજુમાં જ સુરક્ષા માટે તૈનાત બાઉન્સર ઉભો હતો. છતાં, બાઉન્સરની રહસ્યમય નિષ્ક્રિયતા અને આયોજકોની બેદરકારી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ યુવક સ્થાનિક બુટલેગરનો પુત્ર મેહુલભાઈ હસમુખભાઈ રાઠોડ (રહે. સુરતીઝાપા, બારડોલી) હોવાનું કહેવાય છે, જેના કારણે તેને પોલીસ કે કાયદાનો કોઈ જ ડર રહ્યો નથી. જ્યાં સામાન્ય જનતા તરસ છિપાવવા પાણી પી રહી હતી, ત્યાં આ ‘વગદાર’ નબીરો જાહેરમાં દારૂબંદીના નિયમોને ઘોળીને પી ગયો હતો.​આ ઘટનાએ ગુજરાતમાં દારૂબંદીના અમલીકરણ સામે મોટા પ્રશ્નાર્થચિહ્નો મૂક્યા છે. સ્ટેડિયમ જેવા જાહેર અને સુરક્ષિત ગણાતા સ્થળે દારૂની બોટલ કેવી રીતે પહોંચી તે તપાસનો વિષય છે. સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકોની માંગ છે કે માત્ર મેહુલ રાઠોડ જ નહીં, પરંતુ આવા અસામાજિક તત્વોને છાવરનારા આયોજકો સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ. જોકે, આ મામલે બારડોલી ટાઉન પોલીસે તપાસ તેજ કરી આરોપી મેહુલ હસમુખભાઈ રાઠોડ વિરુદ્ધ ગુજરાત નશાબંધી અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *