સુરત મોરા ભાગળ વિસ્તારમાં અકસ્માતની ઘટના

Featured Video Play Icon
Spread the love

સુરત મોરા ભાગળ વિસ્તારમાં અકસ્માતની ઘટના
વહેલી સવારે ખાનગી બસ અને ફોર વ્હીલ કાર વચ્ચે અકસ્માત
કારમાં સવાર તમામ લોકોનો ચમત્કારિક રીતે બચાવ

સુરતમાં અકસ્માતની ઘટનાઓ વચ્ચે મોરા ભાગળ વિસ્તારમાં વહેલી સવારે ખાનગી બસ અને ફોર વ્હીલ કાર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો છે.

સુરતમાં રોજેરોજ અકસ્માતની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતના મોરાભાગળ વિસ્તારમાં વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી. ખાનગી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મોરાભાગળ વિસ્તારમાંથી પસાર થઈ રહેલી ખાનગી બસ માં પાછળથી આવી રહેલી ફોર વ્હીલ કાર ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે કારના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. જો કે સદનસીબે, કારમાં સવાર તમામ લોકોનો ચમત્કારિક રીતે બચાવ થયો છે અને કોઈ મોટી જાનહાનિ થઈ નથી. તો ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *