સુરત ઉધના રેલ્વે સ્ટેશન વચ્ચે ટ્રેનમાં લૂંટની ઘટના

Featured Video Play Icon
Spread the love

સુરત ઉધના રેલ્વે સ્ટેશન વચ્ચે ટ્રેનમાં લૂંટની ઘટના
રેલવે એલસીબી પોલીસે ત્રણ લૂંટારો અને ઝડપી પાડ્યા
સદ્દામ ઉર્ફે મોલાના, અરબાજ ઉર્ફે ચીકટ અને અફઝલ ઉર્ફે શાહરૂખ ઝડપાયા

સુરત રેલવે એલસીબી પોલીસની ટીમના આધારે સુરત ઉધના રેલ્વે સ્ટેશન વચ્ચે ટ્રેનમાં લૂંટની ઘટનાને અંજામ આપનાર ત્રણ લૂંટારો અને ઝડપી પાડ્યા હતા.

સુરત અને ઉધના રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેનમાં મુસાફર સાથે લૂંટની ઘટનાને લઈને રેલવે પોલીસને મોટી સફળતા મળી છે. રેલ્વે એલસીબી પીઆઈ ટીવી પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આરએ જાડેજાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોહેકો પ્રકાશભાઈ અને મેહુલભાઈ ને મળેલી બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ રેલવે વડોદરા યુનિટ સુરતે લૂંટ કરનાર ત્રણ લૂંટારૂઓ સદ્દામ ઉર્ફે મોલાના, અરબાજ ઉર્ફે ચીકટ અને અફઝલ ઉર્ફે શાહરૂખ ઝડપી પાડ્યા હતા. રેલ્વે એલસીબી પોલીસે જણાવ્યું હતું કે ગાંધીધામ–વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરતા એક મુસાફર પાસે ત્રણ શખ્સોએ મારપીટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી. ઘટના સુરત અનેઉધના સ્ટેશન વચ્ચે બની હતી. ઘટના અંગે સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા લોકલ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે સચિન વિસ્તારમાંથી ત્રણેય આરોપીઓ સદ્દામ ઉર્ફે મોલાના, અરબાજ ઉર્ફે ચીકટ અને અફઝલ ઉર્ફે શાહરૂખને ઝડપી પાડ્યા હતા. તો પકડાયેલા આરોપીઓ પાસેથી પૂછપરછ કરતા તેમણે આ લૂંટ ઉપરાંત સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં થયેલી અન્ય ત્રણ ચોરીની ઘટનાઓની પણ કબૂલાત કરી હતી. હાલ રેલવે એલસીબી પોલીસે ત્રણેય લૂંટારો નો કબજો સુરત રેલવે પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *