અમદાવાદ શહેરમાં “મિશન ફિટ ખાખી”નો પ્રારંભ
પોલીસ કમિશનરે ફિટ રહેવા માટે આપી ખાસ ટીપ્સ
100 થી વધુ પોલીસકર્મીઓ અભિયાનમાં જોડાયા
અમદાવાદ પોલીસ દ્વારા ‘મિશન ફિટ ખાખી’ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્ય અને શારીરિક ક્ષમતામાં સુધારો લાવવાનો છે.
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા શરૂ કરવામાં આવેલ આ પહેલનો હેતુ પોલીસ જવાનોના ફિટનેસ લેવલમાં સુધારો કરવો અને વધુ વજન ધરાવતા અધિકારીઓને ફિટ બનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ અભિયાનના પ્રથમ તબક્કામાં 100 જેટલા પોલીસ કર્મચારીઓ અને PSI ને સામેલ કરવામાં આવ્યા છે, જેમના BMI 30 થી વધુ છે.
આ કોર્સ 12 અઠવાડિયા માટે આયોજિત કરવામાં આવ્યો છે, જેને જરૂર જણાય તો વધુ 4 અઠવાડિયા સુધી લંબાવી શકાય છે. આ કાર્યક્રમ દરમિયાન જવાનોની ઊંચાઈ, વજન અને બ્લડ પ્રેશર જેવી શારીરિક બાબતો માપવામાં આવી છે, જેના આધારે તેમને ફિટનેસ ટ્રેનિંગ આપવામાં આવશે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
