સુરત લિંબાયત વિસ્તારમાં જાહેરમાં મારામારીનો ફરાર આરોપી
મારામારી કરવાના ગુનામાં નાસતા ફરતા આરોપી
રોહિત સોનવણેને ઝડપી પાડી તેને કાયદાનુ ભાન કરાવ્યું
સુરત લિંબાયત વિસ્તારમાં જાહેરમાં મારામારી કરવાના ગુનામાં નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડી ઘટના સ્થળે લઈ જઈ રિ કન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, ખાસ પોલીસ કમિશનર જામીર, નાયબ પોલીસ કમિશનર કાનનદેસાઈ અને મદદનીશ પોલીસ કમિશનર ડી ડીવીઝન ની સુચનાને લઈ પીઆઈ એનકે કામળીયાની ટીમ પીએસઆઈ ચૌધરીના માર્ગદર્શન હેઠલ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો શૈલેષસિંહ અને અપોકો અનિલકુમારએ બાતીના આધારે મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપી એવા રીઢા મુળ મહારાષ્ટ્રના જલગાંવનો અને હાલ ડિંડોલી ખાતે રહેતા રોહિત સોનવણેને ઝડપી પાડી તેને કાયદાનુ ભાન કરાવી બનાવ વાળી જગ્યાએ લઈ જઈ ઘટનાનુ રિ કન્સ્ટ્રક્શન કર્યુ હતું.
