કારંજ હરિયાળ વિસ્તારમાં હાટ બજાર સામે વેપારીઓનો આક્રોશ,
હાઇવે-65 પર બેસીને વિરોધ કરતા વાહન વ્યવહાર ઠપ્પ.
અરેઠ તાલુકા, કરંજ-હરિયાળ વિસ્તારમાં હાટ બજારની સતત કામગીરીને કારણે આર્થિક નુકસાન અને વધતી ગુનાહિત પ્રવૃત્તિઓથી રોષ પામેલા સ્થાનિક વેપારીઓએ આજે આક્રમક વિરોધ દર્શાવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, અરેઠ તાલુકા, કરંજ-હરિયાળ વિસ્તારમાં હાટ બજારની સતત કામગીરીને કારણે આર્થિક નુકસાન અને વધતી ગુનાહિત પ્રવૃત્તિઓથી પરેશાન વેપારીઓ કીમ-માંડવી સ્ટેટ હાઇવે-65 પર બેસી ગયા હતા, જેના કારણે હાઇવે પર વાહન વ્યવહાર પૂરતું બંધ થઈ ગયો અને તંગદિલીનો માહોલ સર્જાયો હતો.સ્થાનિક વેપારીઓએ જણાવ્યું કે,રવિવાર અને સોમવારે ભરાતા હાટ બજારમાં બહારના વેપારીઓ આવે છે, સસ્તું માલ વેચીને ચાલ્યા જાય છે. જેના કારણે અમારા રોજિંદા ધંધા-રોજગાર પર ગંભીર અસર પડી છે. હાટ બજાર બંધ ન થાય ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ રહેશે.મહિલા આગેવાન અને વકીલ ડિમ્પલ પટેલે જણાવ્યું કે અગાઉ હાટ બજાર માત્ર એક દિવસ ભરાતું હતું, પરંતુ હવે રોજબરોજ દેખાય છે. તેની અસર તરીકે વિસ્તારમાં બાઇક ચોરી, મોબાઇલ ચોરી અને મહિલાઓની છેડતી જેવી ફરિયાદોમાં વધારો જોવા મળી રહ્યો છે. અમે પંચાયતમાં રજૂઆત કરી છે, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી. મામલતદારે પણ આ મુદ્દો તેમની હદમાં ન આવતો હોવાનો જવાબ આપ્યો હતો, તેમ ડિમ્પલ પટેલે જણાવ્યું હતી અને વેપારીઓએ માંગણી કરી છે કે જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે અને સ્થાનિક વેપારીઓના રોજગારનું રક્ષણ થાય તે માટે આ હાટ બજારોને તાત્કાલિક બંધ કરવામાં આવે. સ્થાનિક વહીવટી તંત્ર હવે આ વેપારીઓના આક્રોશ અને હાઇવે બ્લોક બાદ શું પગલાં લે છે, તેની રાહ સમગ્ર વિસ્તાર જોયે રહ્યો છે..
