બારડોલી નાગરિક સહકારી બેન્કની 52મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

Featured Video Play Icon
Spread the love

બારડોલી નાગરિક સહકારી બેન્કની 52મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
પ્રમુખ જયેશભાઈ સોલંકીની અધ્યક્ષતામાં સભાનું આયોજન કરાયું
સભામાં બેન્કના સભાસદો અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સહિત આગેવાનો ઉપસ્થિત

બારડોલી નાગરિક સહકારી બેન્કની 52મી વાર્ષિક સાધારણ સભા બારડોલીના સિનિયર સીટીઝન હોલ ખાતે યોજાઈ હતી. પ્રમુખ જયેશભાઈ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલી સભામાં બેન્કના સભાસદો, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તેમજ સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

બારડોલી નાગરિક સહકારી બેન્કની 52મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન સિનિયર સીટીઝન હોલ ખાતે કરવામાં આવ્યું હતું. બેન્કની હાલમાં 6 શાખાઓ કાર્યરત છે અને આશરે 20 હજાર સભાસદો સાથે બેન્ક સહકારી ક્ષેત્રમાં મહત્વનું સ્થાન ધરાવે છે. નાગરિક સહકારી બેંક ના પ્રમુખ જયેશભાઈ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલી સભાનું સમગ્ર આયોજન મેનેજિંગ ડિરેક્ટર પુષ્પકાંત પાંડે દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સ્કોબાના ચેરમેન ગૌતમ વ્યાસ, ચેતન પટેલ,આમંત્રણ ને માન આપી આવેલા સુરત ના સહકારી આગેવાનો પીબી ઢાકેચા સાહેબ. કાનજીભાઈ ભલાળા સાહેબ, બારડોલી નગરપાલિકા પ્રમુખ નીલમ વ્યાસ સહિત નાગરિક બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, અન્ય સહકારી ક્રેડિટ સોસાયટીઓના ચેરમેન તેમજ મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. સભા દરમિયાન બેન્કના ભૂતપૂર્વ ચેરમેન અને ડિરેક્ટરોનું સન્માન કરવામાં આવ્યું હતું. નાગરિક બેન્ક સાથે વર્ષોથી ચેરમેન, ડિરેક્ટર અને સલાહકાર તરીકે સેવા આપનાર ગૌતમભાઈ વ્યાસનું મોમેન્ટો આપી વિશેષ સન્માન કરાયું હતું. બેન્કના સભાસદનું અકસ્માતમાં મૃત્યુ થતાં તેમના પરિવારને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ બેન્કના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ જોગવાઈ કરવામાં આવી છે. કર્મચારીનું કોઈપણ કારણસર અવસાન થાય તો તેમના પરિવારને 25 લાખ રૂપિયા સુધીની સહાય આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત છેલ્લા 10 વર્ષથી બેન્કમાં સેવા આપી રહેલી બે મહિલા ડિરેક્ટરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. 52મી વાર્ષિક સાધારણ સભામાં રજૂ કરાયેલા તમામ એજન્ડાને સભાસદોએ સર્વાનુમતે મંજૂરી આપી હતી. આમ, બેન્કના વહીવટ, સભાસદોના હિત અને કર્મચારી કલ્યાણને ધ્યાનમાં રાખીને વિવિધ મહત્વપૂર્ણ નિર્ણયો સાથે વાર્ષિક સાધારણ સભા સંપન્ન થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *