સુરત મનપાની ચુંટણી માટે 12 નિરીક્ષકોની 4 ટીમો આવી

Featured Video Play Icon
Spread the love

સુરત મનપાની ચુંટણી માટે 12 નિરીક્ષકોની 4 ટીમો આવી
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈ ભાજપની કવાયત તેજ
આગામી 3 દિવસ સુધી દાવેદારો અને કાર્યકરોનો સેન્સ લેશે.

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈ ભાજપે કવાયત તેજ કરી દીધી છે. ત્યારે સુરત મનપાની ચુંટણી માટે 12 નિરીક્ષકોની 4 ટીમો આગામી 3 દિવસ સુધી સુરતના દાવેદારો અને કાર્યકરોનો સેન્સ લેશે.

સુરત મનપા ચૂંટણી માટે ભાજપની કવાયત તેજ થઈ હોય તેમ ઉમેદવારો શોધવા નિરીક્ષકો ની ટીમ સુરત પહોંચી છે. 12 નિરીક્ષકોની 4 ટીમો આગામી 3 દિવસ સુધી સુરતના તમામ 30 વોર્ડના દાવેદારો અને કાર્યકરોનો સેન્સ લેશે. ઉધના ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરાયો હતો. તો આજે વોર્ડ નંબર 1 થી 12 ના દાવેદારોને સાંભળવામાં આવશે. જ્યારે ગુરુવારે વોર્ડ નંબર 13 થી 24 ના દાવેદારોને સાંભળવામાં આવશે અને શુક્રવારે વોર્ડ નંબર 25 થી 30 ના દાવેદારોને સાંભળવામાં આવશે. દરેક બેઠક દીઠ 3-3 સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરી પ્રદેશ ભાજપને સોંપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *